ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી થયેલાં મૃત્યુએ ફ્રાન્સને પણ પાછળ મૂકી દીધું છે. આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,00,130થી વધુ મોત થઈ ચૂક્યાં છે. એની સામે ફ્રાન્સમાં આશરે 1.1. લાખ મૃત્યુ કોરોનાને પગલે થયાં છે.
NCPના આ નેતાએ આપ્યું નિવેદન; કહ્યું લૉકડાઉનનો ખાસ ફાયદો થયો નથી
મહારાષ્ટ્રની વસતિ લગભગ સાડાબાર કરોડ છે. એમાં અત્યાર સુધી 58,31,781 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. જોકે કોરોના નિયંત્રણમાં હોવાથી ધીમે-ધીમે સોમવાર 7 જૂનથી મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલૉક અમલમાં મૂકવામાં આવ્યું છે. જે જિલ્લા અને શહેરમાં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને ઑક્સિજન બેડ ઑક્યુપેશન્સી 25 ટકાથી ઓછી છે, ત્યાં તમામ પ્રકારનાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યાં છે.