News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના સુપ્રીમો શરદ પવારે(Sharad Pawar) પાર્ટીના તમામ વિભાગો અને કોષોનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે. NCPના વરિષ્ઠ નેતાએ બુધવારે આ જાણકારી આપી હતી. NCPના રાષ્ટ્રીય મહાસચિવ પ્રફુલ પટેલે(Praful Patel) ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી શરદ પવારની મંજૂરીથી NCPના તમામ વિભાગો અને કોષોનું તાત્કાલિક અસરથી વિસર્જન(dissolve) કરવામાં આવે છે. જોકે આ નિર્ણય રાષ્ટ્રવાદી મહિલા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી યુવા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસને લાગુ પડશે નહીં. જોકે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પટેલે આ અચાનક પગલાનું કારણ જાહેર કર્યું નથી. પરંતુ એવી અટકળો છે કે શિવસેનામાં ભંગાણને જોતા પવારે આ પગલું ભર્યું છે.
શરદ પવારનો નિર્ણય મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર(MVA Govt)ના પતન પછી ત્રણ અઠવાડિયા પછી આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારમાં NCP મુખ્ય ઘટક હતો. જે જૂનના અંતમાં એકનાથ શિંદે(Eknath Shinde)ના નેતૃત્વ વાળી શિવસેના(Shivsena) ધારાસભ્યોના એક વર્ગ દ્વારા ઉદ્ધવ ઠાકરે સામે બંડ બાદ પડી ભાંગી હતી.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- ચુસ્ત સિક્યોરિટી વચ્ચે પણ ધુતારુઓએ BKCના વેપારીના આટલા કરોડના મોંઘા 3 હીરાની કરી ચોરી-જાણો વિગત
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં શિવસેના નેતા અને મહારાષ્ટ્ર કેબિનેટ(Maharashtra cabinet)ના મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પાર્ટીના 37થી વધુ ધારાસભ્યો(MLA)ને લઈને પહેલા સુરત(Surat) ગયા હતા અને ત્યાંથી ગુવાહાટી(Guwahati) ચાલ્યા ગયા હતા. ત્યાંથી તાત્કાલિક સરકાર પાડવાની પટકથા લખવામાં આવી હતી. એક સપ્તાહથી વધુ સમય ચાલેલી રાજકીય ઉથલપાથલ(Political crisis) બાદ એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે હાથ મિલાવીને સરકાર બનાવી લીધી અને મુખ્યમંત્રી(CM) બની ગયા.