News Continuous Bureau | Mumbai
ગઈકાલે નાશિકના ( Nashik ) ઈગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ભીષણ આગ ફાટી ( Massive Fire Breaks Out ) નીકળી હતી. ઇગતપુરીમાં જિંદાલ કંપનીમાં ( Jindal Company ) લાગેલી આગમાં બેના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે. દરમિયાન મહારાષ્ટ્રના સૌથી ઊંચા પર્વત શિખર કલસુબાઈ પરથી એક પ્રવાસીએ આ ભયાનક આગનો નજારો કેદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નાશિકમાં લાગેલી આગનું ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ, મહારાષ્ટ્રના આ સૌથી ઊંચા પર્વત શિખર પરથી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો#Maharashtra #Nasik #fire #Kalsubai #newscontinuous pic.twitter.com/OJDYzz18CI
— news continuous (@NewsContinuous) January 2, 2023
કલસુબાઈ શિખર 5400 ફૂટ અથવા સમુદ્ર સપાટીથી લગભગ 1646 મીટરની ઉંચાઈ પર છે. જો કે નકશા પર તે શિખર નગર જિલ્લાના અકોલા તાલુકામાં છે, તે નાસિક જિલ્લાના ઇગતપુરી હાઇવે પર ઘોટી ગામથી ઘોટી-ભંડારદરા રોડ પર, આદિવાસી જાતિના કોળી મહાદેવ ગામની નજીક છે.
આ સમાચાર પણ વાંચો: ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી, ડ્રેસિંગ સ્ટાઈલને લઈને BJP નેતા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, અભિનેત્રીને લઇને કરી આ માંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ગઈકાલે સવારે વિસ્ફોટ થયો હતો. પોલીફિલ્મ બનાવતી જિંદાલ ગ્રુપની આ કંપનીમાં પહેલા બોઈલર ફાટ્યું હતું અને આ વિસ્ફોટથી આગ લાગી હતી.. આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી.