ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
કોરોના મૃત્યુ સહાય માટે લોકોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે. હોસ્પીટલમાં દાખલ હોવાના કે સારવાર લીધાના સર્ટીફીકેટ મેળવવા પડે છે. ખાનગી હોસ્પીટલમાં સારવારના કિસ્સામાં ઠીક છે પરંતુ સરકારી હોસ્પીટલમાં જ સારવાર લેવામાં આવી હોય તો પણ તેના સર્ટીફીકેટ માંગવામાં આવે છે. અરજદારોમાં એવો ઉહાપોહ છે કે સિવિલ હોસ્પીટલ સરકારી જ છે. સહાય પ્રક્રિયામાં સામેલ છે. સિવિલમાંથી દસ્તાવેજ મેળવવા ઝંઝટભરી પ્રક્રિયા કરવી પડે છે. લોકોને આવી હેરાનગતી કરાવવાના બદલે જીલ્લા તંત્ર જ સિવિલ હોસ્પીટલ પાસેથી સીધો રેકોર્ડ મેળવીને ચકાસણી કેમ કરી ન શકે? આ જ રીતે ફોર્મ જમા કરાવવા વિસ્તારવાઈઝ કચેરી ફાળવવામાં આવી છે તેને બદલે લોકો ગમે ત્યાં ફોર્મ જમા કરી શકે તેવી વ્યવસ્થા કરવી જાેઈએ. અત્યારની વ્યવસ્થામાં ઘણા કિસ્સામાં અરજદારને એક છેડેથી બીજા છેડે જવુ પડે છેકોરોનાકાળમાં મહામારીની મોતને ભેટેલા લોકોના પરિવારજનો- વારસદારોને રૂ?.૫૦ હજારની સહાય આપવાની યોજના, સુપ્રિમ કોર્ટના આદેશ બાદઆ સહાય મેળવવા રાજકોટ ૪૨૦૦ પરિવારોએ અત્યાર સુધીમાં મહાપાલિકામાં જ અરજી કરી છે.ઉલ્લેખનીય છે કે શહેરમાં સત્તાવાર ૪૫૮ મોત સામે ૪૨૦૦ અરજીઓ આવતા તંત્રની મોતના આંકડા છુપાવવાની પોલ છતી થઈ છે. આ ઉપરાંત કચેરી ગયા વગર ઓનલાઇન પણ અરજી કરી શકાય છે. જેમાં ૧૫૦૦ જેટલા અરજદારોને તો કોઝ ઓફ ડેથ (મૃત્યુનું કારણ) લખેલ સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાયા છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ મોત મહામારીની પહેલી લહેર દરમિયાન સપ્ટેમ્બર-૨૦૨૦માં અને તેથી ઘણા વધુ મોત બીજી લહેર દરમિયાન મે-૨૦૨૧માં થયા છે. આ મૃત્યુમાં જે તે સમયે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડેથ કમીટી માત્ર એકલ-દોકલ કેસને કોવિડ ડેથ તરીકે જાહેર કરતી અને આ જાહેર કરવા પાછળનું લોજિક શુ તે લોકોને જુ સમજાવાયું નથી. જ્યારે નાગરિકોએ કોરોના થયા બાદ તેની ઘાતક અસરથી મૃત્યુ થાય તેને કોરોના મૃત્યુ જ ગણે છે. હાલ આવા કેસ સહાયને પાત્ર છે. આમ, રાજકોટમાં સાડાચાર હજાર (કે હજુ વધુ) કોરોના મૃત્યુ ગણો તો આ મહાભયાનક ભીષણ મહામારીનો આ કાળ આગામી સદી સુધી લોકો વિસરી શકશે નહીં. આ અંગે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહએ જણાવ્યું હતું કે, સહાયની કામગીરી માટે લોકોને ધક્કા ન થાય તે માટે ઓનલાઈન કામગીરી પણ મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે ઇ્ઁઝ્રઇ, ઇટ્ઠॅૈઙ્ઘ છહંૈખ્તીહ ્ીજં, સ્ર્ઙ્મીષ્ઠેઙ્મટ્ઠિ ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,ફોર્મ ૪ અથવા ૪-છ અપલોડ કરવાના રહેશે. આમ જાે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજાે હોય તેણે કોઈપણ સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી.