ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દોઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, રાજ્યના ઘણા નવા જિલ્લાઓમાં વાયરસ પગપસારો કરી રહ્યો છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાંથી, છેલ્લાં બે સપ્તાહમાં 28 માં સક્રિય કેસ નોંધાયા છે. જોકે 10 દિવસ પહેલા જિલ્લાઓની સંખ્યા 21 હતી.
આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે અમરાવતી, અકોલા, બુલઢાના, યવતમાલ અને નાગપુર વિદર્ભના નવા હોટસ્પોટ્સ તરીકે ઉભરી રહ્યા છે. તો બીજી તરફ મરાઠાવાડા લાતુર, હિંગોલી, પરભણી અને નાંદેડ જિલ્લામાં પણ હવે કોરોના ના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે..
પુના 12,577 કેસ સાથે બીજા ક્રમે છે અને 9,141 કેસ સાથે નાગપુર ત્રીજા ક્રમે છે. મુંબઈમાં કોરોનાના 7,899 કેસ છે. થાણેમાં 7,276 અને અમરાવતીમાં 6,740 સક્રિય કેસ છે. રાજ્યના કુલ સક્રિય કેસોમાં આ પાંચ જિલ્લાઓમાં સક્રિય કેસ લગભગ 65 ટકા છે. નાગપુરની 50 લાખની વસ્તીના આધારે વધુ કેસ છે. બીજી તરફ, મુંબઈમાં એક કરોડ 30 લાખની વસ્તીના આધારે ઓછા કેસ છે. દરમિયાન મરાઠાવાડાની અંદર ઓરંગાબાદમાં સક્રિય કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. 1 ફેબ્રુઆરીએ કોરોનાના 347 કેસ હતા, જે શુક્રવારે વધીને 2,052 થઈ ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા બતાવે છે કે 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન, અમરાવતીમાં સાપ્તાહિક પોઝિટિવ દર (19.4 ટકા) હતો. અકોલામાં પોઝિટિવ દર 10.5 ટકા અને બુલધનામાં 6.1 ટકા રહ્યો હતો. આ બધા જ જિલ્લાઓ વિदर्भમાં હતા. જોકે, અમરાવતીનો સાપ્તાહિક પોઝિટિવ દર સૌથી વધુ 41.5 ટકા રહ્યો છે, જ્યારે અકોલામાં 30.8 ટકા પોઝિટિવ દર રહ્યો છે.