News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ ( bandra and ahmedabad ) સુપરફાસ્ટ સ્પેશિયલ, ગુરુવાર, 12 જાન્યુઆરી, 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.15 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09140 અમદાવાદ – બાંદ્રા (ટી) સુપરફાસ્ટ સ્પેશિયલ ( superfast special train ) અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09139 અને 09140નું બુકિંગ 11 જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના ચાલવાના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો: Gautam Adani meets Raj Thakrey : મુંબઈ ખાતે ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા. ચર્ચાનું બજાર ગરમ