ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
મોટા પાયા પર BMC એ એક કરોડ વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. મંગળવારે BMC ના ગ્લોબલ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટની મુદત પૂરી થઈ છે. હવે BMC પાસે નવ બીડરના પ્રસ્તાવ છે. આ નવ બીડરમાંથી જોકે એક પણ વેક્સિનનો મૅન્યુફેક્ચરર નથી. તમામ લોકો ઇન્ટરમિડિયેટર છે.
BMCને મળેલા નવ પ્રસ્તાવમાંથી સાત બીડર રશિયન બનાવટની સ્પુતનિક 5ની ઑફર કરી છે. એકે સ્પુતનિક લાઇટની ઑફર કરી છે. જ્યારે એક બીડરે તેમની પાસે જે વેક્સિન હશે એનો પુરવઠો કરશે એવું કહ્યું છે. હાલ આ નવ પ્રસ્તાવની મુંબઈ BMC બારીકાઈથી ચકાસણી કરી રહી છે. તમામ લોકો ઇન્ટરમિડિયેટર હોવાથી તેઓ ખરેખર વેક્સિન પૂરી પાડી શકશે કે એની સામે પાલિકા પ્રશાસનને પણ શંકા હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પણ પાંચ કરોડ વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જેમાં 8 બીડર આગળ આવ્યા હતા. જોકે તે લોકો વેક્સિનના મૅન્યુફેક્ચરર નથી. તેઓ ઇન્ટરમિડિયેટર છે. એથી મહારાષ્ટ્ર સરકાર હાલ થોભો અને રાહ જોવાની નિતી પર હોવાનું મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના અધિકારીનું કહેવું છે.