News Continuous Bureau | Mumbai
તમિલનાડુના ચેન્નાઈના અવારક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં છે અને 10 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને અરક્કોનમ અને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ચેન્નાઈ નજીક નેમિલીના કિલવિધિ ગામમાં દ્રૌપદી અમ્માન ઉત્સવ દરમિયાન થયો હતો.
આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જોવા મળી રહી છે.
જુઓ વીડિયો
#તમિલનાડુના મંદિરમાં ઉત્સવ દરમિયાન તૂટી પડી #ક્રેન, 4 #શ્રદ્ધાળુઓના નિપજ્યા #મોત, કેમેરામાં કેદ થઈ દુર્ઘટના.. જુઓ #વીડિયો#TamilNadu #TN #craneaccident #arakkonam #Accident #TempleFestival #newscontinuous pic.twitter.com/hNwl9RAYt8
— news continuous (@NewsContinuous) January 23, 2023
રાનીપેટ કલેક્ટર આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તહેવારમાં ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી ક્રેન ચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સેંકડો લોકો નેમિલીના મંડી અમ્મ મંદિરમાં તહેવાર માટે એકઠા થયા હતા. મિલેરુ કાર્યક્રમ દરમિયાન આ અકસ્માત થયો હતો. આ સમયે લોકો ક્રેઈન પર ચડીને મંદિરની મૂર્તિઓને પુષ્પમાળા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ખાદ્યપદાર્થોના વેપારીઓને રાહત, હવે તપાસ કર્યા વિના જ લાયસન્સ\રજીસ્ટ્રેશન રીન્યુ થશે.. પણ આ શરતો સાથે..
Join Our WhatsApp Community