ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41,327 નવા કોરોના કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ કથળી છે. અહીં સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસની સરખામણીએ અડધી છે. જેને લઈને હાલ તંત્રની ચિંતા વધી છે. શનિવારે પુણેમાં ૫ હજાર ૭૦૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે દિવસ દરમિયાન ૨ હજાર ૩૩૮ લોકો કોરોનાથી સાજા થયા હતા. તેમજ ૮ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જેમાંથી પુણે શહેરમાં બે અને જિલ્લાના છ લોકોનો સમાવેશ થાય છે. પુણેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૯ હજાર ૧૩૬ લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ, શનિવારે કુલ ૧૯ હજાર ૧૭૪ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.
આ તે કેવો છબરડો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન 178 કોલેજાેમાં પ્રિન્સિપાલ નથી. જાણો વિગતે
હાલમાં, પુણેમાં ૩૧ હજાર ૯૦૭ સક્રિય કોરોના કેસ છે. પુણેમાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૫૪ હજાર ૧૭૪ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૫ લાખ ૧૩ હજાર ૧૩૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.