News Continuous Bureau | Mumbai
મુંબઈ-બેંગ્લોર હાઈવે પર એક પુલ પાસે 48 જેટલા વાહનો એક ટ્રક સાથે અથડાયા હતા. અકસ્માતમાં આ વાહનોને નુકસાન થયું હતું અને અને 50 થી 60 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી..
In a major accident in Pune’s Navale Bridge area on Sunday, a tanker went on to hit at least 30 vehicles after a suspected brake failure. pic.twitter.com/gYfnd53Ujj
— Ashish rai (@journorai) November 20, 2022
આ ઘટના રવિવારે મોડી સાંજે બની હતી. એક ટેન્કરની બ્રેક ફેલ થઈ ગઈ અને કેટલાય વાહનો સાથે તે ટકરાઈ ગઈ. જેના કારણે ઓઇલ રસ્તા પર ફેલાઈ ગયું, જેનાથી રોડ પર ચાલતા વાહનો લપસી ગયા અને એકબીજા સાથે ટકરાઈ ગયાં.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે. મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.
સ્થાનિક પોલીસ અને પુણે શહેર અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના નવલે બ્રિજ વિસ્તારમાં રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. આ દુર્ઘટનાના કારણે હાઈવે પર, સતારાથી મુંબઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. દુર્ઘટના બાદ મોટી ભારે સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.
Join Our WhatsApp CommunityA major accident is reported near Navle Bridge. Around 47 vehicles have been hit by a tanker.#Pune pic.twitter.com/iy2AoZ64fi
— Priyanka Banubakode ↗️ (@PriyaBanubakode) November 20, 2022