ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાથરસ જતાં વેળા ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલે પોલીસને સવાલ પણ પૂછ્યો કે તેમની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે. તેઓ એકલા જવા માંગે છે અને કલમ 144 નો ભંગ કરવામાં નહીં આવશે. પરંતુ, રાહુલ, પ્રિયંકા સાથે જે રીતે મોટું ટોળું ચાલતું હતું તે જોઈ પોલીસ કોઈ રિસ્ક લેવાં માંગતી ન હતી..નોંધનીય છે કે એક્સપ્રેસ વેથી હાથરસનું અંતર 142 કિલોમીટર છે.
પગપાળા ચાલતી વેળા રાહુલ ગાંધી સાથે પોલીસ ની ધક્કા મુક્કી થઈ ગયાં બાદ રાહુલે કહ્યું હતું કે " પોલીસ કર્મીઓએ મને લાકડીઓ વડે નીચે ધકેલી દીધો એનુ મને દુઃખ નથી.. કોઈ સમસ્યા નથી. પરંતુ શું આ ભારતમાં આરએસએસ અને ભાજપના લોકો જ ચાલી શકશે? શું સામાન્ય માણસ ચાલી શકતો નથી? શું આ દેશમાં ફક્ત નરેન્દ્ર મોદી જ ચાલી શકે છે?" એવાં પ્રશ્નો તેમને પૂછયા હતાં.
જોકે હીરાસતમાં લીધા બાદ રાહુલ પ્રિયંકાને ચેતવણી આપી હાલ છોડી દેવામાં આવ્યાં છે..
Join Our WhatsApp Community