News Continuous Bureau | Mumbai
રાજકોટનો યુવાન વ્યાપાર અર્થે સાઉથ આફ્રિકાના જ્હોનીસબર્ગ ગયો હતો, જ્યાં તેનું અપહરણ થયું હતું. જોકે આશરે 15 દિવસની જહેમત બાદ રાજકોટ પોલીસ અને જ્હોનીસબર્ગ પોલીસે યુવાનને હેમખેમ અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી દીધો છે અને અપહરણ કરનારી ગેંગને જ્હોનીસબર્ગ પોલીસે ઝડપી પાડી ખંડણી પેટે વસૂલવામાં આવેલા નાણા પણ રિકવર કરી લીધા જોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો કેયુર બિઝનેસ માટે સાઉથ આફ્રિકા ગયો હતો. દરમિયાન તેનું અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ યુવાનના પિતાને ફોન કરી ખંડણી પેટે રૂપિયા દોઢ કરોડની માગ કરી હતી. જોકે યુવાનના પિતાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસે આફ્રિકાની પોલીસનો સંપર્ક કરી યુવાનના અપહરણ અંગે જણાવ્યું હતું.
પરિવારે રાજકોટ અને આફ્રિકા પોલીસેનો આભાર માન્યો
કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂ.30 લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કરવામાં આવી હતી. દરમિયાન લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂ.30 લાખ સાથે ઝડપી લીધા હતા. આમ રાજકોટ અને આફ્રિક પોલીસે મળી લગભગ 15 દિવસની જહેમત બાદ યુવાનને હેમખેમ છોડાવી લીધો હતો. યુવાન દેશ પરત આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ રાજકોટ અને સાઉથ આફ્રિકાની પોલીસ અને ભારત સરકારનો આભાર માન્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર ડોપ ટેસ્ટમાં ફેલ, ITAએ તેના પર 21 મહિનાનો પ્રતિબંધ મૂક્યો..
Join Our WhatsApp Community