News Continuous Bureau | Mumbai
એક તરફ ઘઉંના સતત વધી રહેલા ભાવથી લોકો પરેશાન છે તો બીજી તરફ મધ્યપ્રદેશના સતનામાં ટેકાના ભાવ પર ખરીદાયેલા ઘઉંમાં ભેળસેળ થતી હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સરકારી ઘઉંના પેકિંગ પેકિંગ દરમિયાન વજન વધારવા માટે ઘઉંમાં રેતી અને ધૂળ મિક્સ કરવામાં આવી રહી છે.
ઘઉંના પેકિંગમાં રેતી અને ધૂળ મિક્સ
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો મધ્યપ્રદેશના સતનાના રામપુર બઘેલાન તાલુકાના બાંધા ગામનો છે. ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અહીં રેતી અને ધૂળ મિક્સ કરીને ઘઉંનું વજન વધારવાનો ખેલ ચાલી રહ્યો હતો.
#મધ્યપ્રદેશમાં સરકારી #ઘઉંનું વજન વધારવા #રેતી કરાતી હતી #મિક્સ. જુઓ વાયરલ #વીડિયો #Madhyapradesh #wheat #mixing #sand #dust #viralvideo #newscontinuous pic.twitter.com/d2TwDtEUeL
— news continuous (@NewsContinuous) February 3, 2023
આ સમાચાર પણ વાંચો: અદાણી વિશ્વની ટોપ -20 સમૃદ્ધ સૂચિમાંથી બહાર. જાણો હવે કયા ક્રમ પર
વહીવટી તંત્ર આવ્યું હરકતમાં..
જોકે આ વીડિયો વાયરલ થતા જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આ વીડિયો વાયરલ થયા બાદ 6 લોકો વિરૃદ્ઘ FIR નોંધવામાં આવી છે. તેમની સામે IPCની કલમ ૪૨૦, ૪૧૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ કરવાની સૂચના આપી દીધી છે. આ મામલે CM શિવરાજ સિંહ ચૌહાણ એ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
Join Our WhatsApp Community