News Continuous Bureau | Mumbai
મકરસંક્રાંતિના પર્વને લઈ સૌથી વધુ ઉત્સાહ પતંગ ચગાવવાનો હોય છે ત્યારે પતંગ પ્રેમીઓ કાનો બાંધી પતંગો ચગાવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ જુનાગઢ શહેરમાં ઉતરાયણના દિવસે પવનનું જોર ઓછું રહેવાથી કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ ધીમંત વઘાસીયા એ જણાવ્યું હતું કે શહેરમાં પૂર્વીય પવન સાથે સરેરાશ 8 થી 10 પ્રતિ કિલોમીટર ઝડપી પવન ફુકાશે જોકે ઉતરાયણ કરતા બીજા દિવસે વાસી ઉતરાયણ રવિવારે પવનની ઝડપ 15 થી 16 કિલોમીટર રહેશે જેથી રવિવારે પતંગ ચગાવવા વધુ અનુકૂળતા રહેશે જોકે સવાર અને સાંજના અમુક સમયમાં પવનની લહેરની ઝડપમાં અશાંત: વધારો થશે જુનાગઢ શહેરી વિસ્તારમાં પવનની ઝડપ ઓછી રહેતા બહારના વિસ્તારોમાં પતંગ ચગાવવામાં વધુ સાનુકૂળતા રહેશે જોકે કાલે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ને પગલે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું ઉત્તરના પવન અને હિમવર્ષાને લઇ તારીખ 14 થી 18 સુધી તાપમાનનો પારો પાંચથી છ સેલ્સિયસ નીચે જશે જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે સરેરાશ ૧૦ થી ૧૨ સેલ્સિયસ તાપમાન સાથે બુધવારે તાપમાન નો પારો વધુ નીચે જશે તેમ પણ જણાવ્યું હતું
આ સમાચાર પણ વાંચો:USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ