ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના અંગે દેશભરમાં રોષ વ્યાપ્યો છે. એવાં સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ત્રણ દિવસમાં પીડિતાના પરિવારને બીજી વખત મળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત પર જોરદાર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી પીડિતના ન્યાય માટે નહીં પરંતુ રાજકારણ માટે હાથરસ જઈ રહ્યા હતાં. રાહુલ ગાંધીની હાથરસ મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી..
સમાચાર એજન્સી અનુસાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જનતા કોંગ્રેસની રણનીતિથી વાકેફ છે … તેથી તેઓએ 2019 માં ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો. તેમણે કહ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં રાજકારણીઓ રોકી શકાતા નથી, પરંતુ લોકો સમજે છે કે તેમની હાથરસની મુલાકાત તેમના રાજકારણ માટે છે, પીડિતાને ન્યાય અપાવવા નહીં.