News Continuous Bureau | Mumbai
મહેસાણાના કડી તાલુકાના ધરમપુર ગામે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું.
જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ ગઈકાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને કોરિયન ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમાચાર પણ વાંચો: અમેરિકામાં હિમપાતમાં થીજી ગયો વોટરફોલ, અત્યાર સુધીમાં 60ના મોત, ગાડીઓમાંથી મળી થીજી ગયેલી લાશો
કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બે કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. આજે ધરમપુર ખાતે યોજાયેલા ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.
Join Our WhatsApp Community