ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
રાજ્ય માનવાધિકાર આયોગમાં લાંબા સમયથી ઘણાં પદો ખાલી પડયા છે. અધ્યક્ષ, સદસ્ય અને અન્ય કર્મચારીઓની નિમણૂક થઈ નથી. આ બાબતે રાજ્ય સરકારને હાઇકોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે.
માનવાધિકાર આયોગના ખાલી પદો બાબતે હાઇકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં આયોગના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 'નવેમ્બર 2018માં હાઈકોર્ટે છ મહિના સુધીમાં આયોગના અધ્યક્ષપદે નિયુક્તિ બાબતે વિધાનસભાને આદેશ આપ્યો હતો. હજી સુધી આ પદ પર નિમણૂક થઈ નથી. પાંચથી વધુ વૈધાનિક પદો ખાલી છે. તે સિવાય અમને મોટી જગ્યા જોઈએ છે. કોલાબાની એમટીએનએલની ઈમારતમાં અમને જગ્યા આપવામાં આવી છે. જે જગ્યા પહેલેથી જ કોઇ બીજાને અપાઈ છે.'
બાળકો માટે સારા સમાચાર : આવતા મહિનાથી તેમને આ રસીના ડોઝ લાગશે; જાણો રસી વિશે
હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક શબ્દોમાં કહ્યું હતું કે,'તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે 2019માં આયોગને 3 જગ્યાઓ સૂચવી હતી. જેના ઉપર હજી તમે વિચાર કેમ નથી કર્યો? સરકાર આ મુદ્દે મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કેમ નથી બોલાવતી? સદસ્ય પદ માટે છ મહિના પહેલાં જ ભલામણ કરી હતી. તેમાંથી હજી સુધી કોઈની નિયુક્તિ કેમ નથી થઇ?' તેવા સવાલ ઉચ્ચન્યાયાલયે રાજ્ય સરકાર સમક્ષ કર્યા હતા.
હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું હતું કે રાજ્ય સરકારે માનવાધિકાર આયોગને નિષ્ક્રિય કરી નાખી છે. આવી પદ્ધતિથી કામ ચાલી ન શકે. તત્કાળ ખાલી પદો ભરો.