News Continuous Bureau | Mumbai
શિંદે vs ઠાકરે: એકનાથ શિંદેને આપવામાં આવેલા શિવસેનાના ચૂંટણી ચિન્હ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર બુધવારે (22 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જોકે ઉદ્ધવ ઠાકરેને આ મુદે કોઈ પણ રાહત મળી શકી નથી. તેમના તરફથી એકનાથ શિંદે જૂથને શિવસેનાનાં નામ અને ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આ પછી, સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ જારી કરી અને બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. સાથે જ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપ્યો નથી. કોર્ટે કહ્યું છે કે ઉદ્ધવ જૂથ અત્યાર સુધી મળેલા અસ્થાયી નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. શિંદે પક્ષ અત્યારે એવો કોઈ વ્હીપ જારી કરશે નહીં, જેનું પાલન ન કરવા બદલ ઉદ્ધવ તરફી સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાય. આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી થશે.
શું છે મામલો?
ચૂંટણી પંચે શુક્રવારે (17 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેની આગેવાની હેઠળના જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત અવિભાજિત શિવસેનાનું ‘ધનુષ અને તીર’ ચૂંટણી ચિહ્ન ફાળવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.
Join Our WhatsApp Community