News Continuous Bureau | Mumbai
નેશનલ હાઈવે નંબર 4 નજીક શિલફાટા વિસ્તારમાં આજે સવારે એક હોટલની સામે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડા સમય બાદ આગએ રોદ્ર રૂપ ધારણ કરી લીધું અને ઘરને લપેટમાં લઇ લીધું. આગને પગલે ઘરમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા એકથી બે કિલોમીટરના અંતરેથી જોઈ શકાય છે.
fire broke out in the ground floor of the building adjacent to Mesco School located in Thane #Mumbra area.#Thane
@ThaneCityPolice @TMCaTweetAway pic.twitter.com/q4xcXu7FNQ— Shyamsundar Pal (@ShyamasundarPal) March 10, 2023
આ ઘટનામાં ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ટાયરની દુકાનમાં સૂઈ રહેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટોરેન્ટ વીજળી કંપનીના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને થાણાના ફાયર બ્રિગેડના ત્રણ ફાયર વાહનો, બે વોટર ટેન્કર અને એક બચાવ વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. થાણાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ માહિતી આપી છે કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ, લોકો થયા નારાજ! સરકારે આપી મોટી જાણકારી
Join Our WhatsApp Community