પંજાબ સરકાર રાજ્યમાં ગન કલ્ચરને ખતમ કરવા માંગે છે. આ માટે પોલીસ પ્રશાસને ઘણા લોકો સામે કેસ પણ નોંધ્યા હતા. પરંતુ એવું લાગે છે કે પંજાબમાં ગન કલ્ચર ખતમ થઈ શકે તેમ નથી. કારણ કે તાજેતરનો મામલો અમૃતસરથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ રિવોલ્વર સાથે ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યો છે.
This is #Amritsar, Putlighar Market, when during the late afternoon, this man got irritated with tight traffic jam. So he took out his Revolver to decongest #traffic.
Brandish his revolver in day broad light in market.. Height of Audacity.. #Punjab #news pic.twitter.com/goEPCntoo5
— Taruni Gandhi (@TaruniGandhi) February 5, 2023
અમૃતસરના પુતલીઘરમાં લોકોને હંમેશા ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. લોકોએ પોતાની દુકાનોની બહાર અતિક્રમણ કર્યું છે. જેના કારણે ટ્રાફિક ઘણો વધી જાય છે. આ ટ્રાફિકમાં એક વ્યક્તિની કાર ફસાઈ ગઈ.
તો તેણે પોતાની રિવોલ્વર કાઢી લીધી. બંદૂકની અણીએ તેણે ટ્રાફિકજામ ખોલાવ્યો. જોકે આ દરમિયાન તેણે કોઈ ફાયરિંગ કર્યું નહોતું. આ દરમિયાન કોઈએ બંદૂકની અણીએ ટ્રાફિક ખોલાવતો વીડિયો બનાવી લીધો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો સામે આવતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિની તપાસ હાથ ધરી છે. જોકે હજી સુધી જાણ નથી થઈ કે રિવોલ્વર લાઈસન્સવાળી છે કે ગેરકાયદે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન. ડ્રેગન થયું લાલચોળ, આપી દીધી આ ધમકી, જુઓ વિડીયો
Join Our WhatsApp Community