News Continuous Bureau | Mumbai
માનખુર્દ ફાયર ન્યૂઝ: મુંબઈના માનખુર્દ વિસ્તારના મંડલા ખાતે મંગળવારે મધરાતે એક ભંગારની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગ જંક અને ખાલી તેલના ડ્રમમાં લાગી હતી. દરમિયાન ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીએ માહિતી આપી છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી
દરમિયાન આગની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના અધિકારીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. જ્વાળાઓ અને ધુમાડો દૂરથી જોઈ શકાય છે. આગની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
#Mumbai: Massive #fire at a scrap compound in #Mankhurd area. Fire tenders are present at the spot and efforts to douse the blaze are underway. pic.twitter.com/mwDGgTGfvm
— Siraj Noorani (@sirajnoorani) April 18, 2023
Join Our WhatsApp Community