સર્વત્ર જગ્યાએ બીજા વૃક્ષો, વાડ ઝાંખરામાં સદાહરિત વેલ તરીકે ચઢતી જોવા મળે છે. તેના મૂળ તથા પાનમાં આલ્કલોઇડ તત્વ હોય છે. આખા છોડ ઉપર સૂક્ષ્મ રૂંવાટી હોય છે. આ એક સદાબહાર ચડતી વેલ છે.તેના પાંદડા ઈંડા આકારના હોય છે. જે ૩-૧૦ સેમી લાંબા અને ૧.૫-૭ સેમી પહોળા હોય છે. તેનું થડ અતિશય ચીકણું હોય છે. જે લાંબા સમય સુધી ટકે છે.