બારમાસી વેલ, પાન ચળકાટ મારતા, હૃદયકાર છે. નાગરવેલના પાન ભારતમાં થાય છે. પાનની પણી જાતો છે. જેમકે, જેલમ, કપુરી, મધઈ, બનારસી, કલકત્તી વગેરે પાન ખાવાના ઉપયોગમાં આવે છે. સગર્ભા તથા બાળકને પાન ન આપવું જોઈએ. સ્નાન પહેલાં અને જમ્યા પહેલાં પાન ન ખવાય.
નાગરવેલના ઉપયોગ
ખાસ કરીને ભોજન બાદ પાન ખવાય. પાનથી પાચનક્રિયાને લાભ થાય છે.
નાગરવેલના ઉપયોગ
ખાંસીમાં તેનો ઘણો સારો ઉપયોગ થાય છે. નાગરવેલના એક પાન પર અરડૂસીના ત્રણ પાન પાથરવાં તેમાં એક ઇલાષચી અને લવિંગ મૂકી જોડું વાળવું.
નાગરવેલના ઉપયોગ
પછી તેને પાણીમાં બાફી પછી બરોબર મસળી ગાળીને દિવસમાં ત્રણ વખત પાવાથી બધી જાતની ખાંસી મટી શકે છે.
નાગરવેલના ઉપયોગ
ફણસ અને સરગવાનું શાક ખાધા પછી પાન ન ખવાય. તેનો છોડ કટકા કલમથી ઉછેરી શકાય છે.