મોટો લીલો રસદાર જંગલી વેલો પડતર, ઘાસીયા વિસ્તારમાં વાડ-પાળા પર જોવા મળે છે. જાંબલી, રંગના ફૂલ જુલાઈ સપ્ટેમ્બર માં જોવા મળે છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે ! તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે.