આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

તુલસી વિશે 

તુલસીનો છોડ ભારતમાં બધે જ જોવા મળે છે. તુલસીનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો થાય છે. બહુવર્ષાયુ છે. તુલસીથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન જીવાણુંઓ મરી જાય છે અને હવા શુદ્ધ થાય છે. હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ રહ્યું છે. તુલસીને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.

તુલસીના ઉપયોગ 

તુલસી હવાને શુદ્ધ કરનારી છે અને તંદુરસ્તી આપનારી છે. માટે દરેક ઘરના આંગણમાં તુલસીનો છોડ આદરપૂર્વક વવાય છે.

તુલસીના ઉપયોગ 

તુલસીનાં એક તોલો પાન લેવાં અને તેને અર્ધો શેર પાણીમાં ઉકાળવાં. પાણી અર્ધ રહે તેને ગાળીને પીવાથી તાવ, આળસ, સુસ્તી, અરૂચિ, બળતરા વગેરે મટે છે.

તુલસીના ઉપયોગ 

સામાન્ય રીતે રોજની ચ્હા અથવા ઉકાળામાં તેનો ઉપયોગ થાય છે.  તેમ જ તુલસીનું સેવન કરવાથી ઘણા પ્રકારના આયુર્વેદિક લાભ પ્રાપ્ત થાય છે.

તુલસીના ઉપયોગ 

આ સિવાય, ઔષધોમાં તેના ઘણાં પ્રયોગો થાય છે. એલર્જીવાળા જે એક મહીના સુધી તુલસીનું સેવન કરે તો એ મડી છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન