News Continuous Bureau | Mumbai
કંપનીમાં ટેકનિકલ જાણકારી ધરાવતા કર્મચારીઓની માંગને લઇને ટ્રેન્ડ પર નજર કરીએ તો નવેમ્બર 2021 દરમિયાન બ્લૂ અને ગ્રે કોલર જોબ્સની 26.27 લાખ વેકેન્સી હતી. નવેમ્બર 2022માં તે વધીને 1.05 કરોડ થઇ ચૂકી છે. જે તેમાં સતત વધી રહેલી માંગ તરફ ઇશારો કરે છે. કંપનીઓ અત્યારે આધુનિકીકરણ, ઓટોમેશન તેમજ વર્ક મોડલ પર ફોકસ કરી રહી છે.
બ્લૂ કૉલર વર્કર્સ શારીરિક શ્રમ વધુ કરતા હોવાથી મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ તેમજ માઇનિંગ સેક્ટરોમાં તેમની માંગ વધુ જોવા મળે છે. જ્યારે ગ્રે કોલર વર્કર્સની વધુ માંગ ડિજીટાઇઝેશન તેમજ ઓટોમેશન જેવા સેગમેન્ટમાં છે. આ લોકો નિવૃત્તિ બાદ પણ કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા રહે છે. તેમની પાસે વિશેષ ટેકનિકલ લાઇસન્સ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ હોય છે.