News Continuous Bureau | Mumbai
- સમગ્ર ભારતમાં તમામ મહિલાઓને આરોગ્ય તપાસ અને મોટર આસિસ્ટન્સની ઓફર
- IL ના મહિલા એજન્ટો માટે સર્વસમાવેશક નોલેજ વર્કશોપ
મુંબઈ, તા. 06 માર્ચ, 2023: ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે જાહેરાત કરી કે તે મહિલાઓને તેમની ભૌતિક અને નાણાકીય સુખાકારીમાં સશક્તિકરણ કરવાના પ્રયાસરૂપે માર્ચ મહિનાની ઉજવણી વુમન્સ મન્થ તરીકે કરશે. કંપની સર્વસમાવેશક આરોગ્ય તપાસની ઓફર કરશે, જે ભારતમાં મુખ્ય સ્થળોએ વહેલો તે પહેલોના ધોરણે 10,000 મહિલાઓ માટે ઉપલબ્ધ હશે. વધુમાં, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કંપની મહિલા એજન્ટો અને બ્રોકરોની ભરતી અને શિક્ષિત કરવા માટે એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. મહિલાઓ આ સમગ્ર મહિના દરમિયાન રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ (આરએસએ)નો પણ લાભ લઈ શકશે.
આ પહેલના ભાગરૂપે, હેલ્થ ડાયગ્નોસ્ટિક ચેક-અપ્સમાં સીબીસી, થાઇરોઇડ પ્રોફાઇલ, વિટામિન ડી અને બી12, આરબીએસ, ફેરાટીન (આયર્ન સ્ટડી)ને આવરી લેવામાં આવશે. ભારતમાં તમામ સ્થળોએ મહિલાઓ અમારી IL TakeCare એપ દ્વારા આ સેવાઓનો લાભ લઈ શકે છે, જે તેમના આરોગ્ય અને વીમાની જરૂરિયાતો પૂરી કરવા માટે અનુકૂળ અને ઉપયોગમાં સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
આ ઉપરાંત, વીમાદાતા મહિલા મોટરચાલકોને કોમ્પલિમેન્ટરી રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ (આરએસએ) પણ ઓફર કરે છે જ્યાં તેઓ કારના બ્રેકડાઉન, અકસ્માત, ફ્લેટ ટાયર, ઇંધણ ખૂટી જવું, ઈલેક્ટ્રીકલ ફેલ્યોર વગેરે માટે ઓડ અવર્સમાં સહાય મેળવી શકશે. મહિલા મોટરચાલક આખા મહિના દરમિયાન સહાયતા માટે IL ની કસ્ટમર કેરને કૉલ કરી શકશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-5) અનુસાર, ભારતમાં 15-49 વય જૂથની માત્ર 30 ટકા મહિલાઓ આરોગ્ય માટે કવચ ધરાવે છે. આને કારણે મહિલાઓનો વિશાળ વર્ગ વીમા કવચ વગરનો રહે છે. આ માટે મુખ્યત્વે જાગૃતિ, નાણાકીય શિક્ષણ અને સુલભતાના અભાવના કારણો જવાબદાર છે. આજે, જેમ જેમ મહિલાઓ સફળતાની સીડી સર કરી રહી છે અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં પોતાની છાપ ઉપસાવી રહી છે, ત્યારે માત્ર તેમના આરોગ્યની જ નહીં પરંતુ તેમના નાણાકીય સ્વાસ્થ્યની પણ સુરક્ષા કરીને, તેમને આરોગ્ય વીમાના સ્તરમાં લાવવા હિતાવહ છે અને તેમના પરિવારો અને સમાજમાં તેમનું મૂલ્યવાન યોગદાન જાળવી રાખવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : સુવર્ણ તક.. હોળી પર સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની ઓફર, આ 4 જ દિવસ મોકો મળશે
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં અમે મહિલાઓના શારીરિક અને નાણાકીય બંને આરોગ્ય સંબંધે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પરંપરાગત રીતે સમગ્ર પરિવારની સંભાળ રાખતી મહિલાઓ ઘણીવાર તેમના પોતાના આરોગ્યની અવગણના કરે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (આઈડબલ્યુડી) પર, અમે એક કંપની તરીકે તેમના ભરપૂર યોગદાનને સન્માનવા માંગીએ છીએ અને આ પહેલ દ્વારા મહિલાઓમાં તેમના આરોગ્યની જવાબદારી સંભાળવા માટે જાગૃતિ પ્રસરાવવા માંગીએ છીએ. વધુમાં, એક સેગમેન્ટ તરીકે વીમા ક્ષેત્રે મહિલાઓને ખૂબ ઓછું કવચ છે, તેથી તે પરિવર્તનને વેગ આપવા અને વધુ મહિલાઓને તેમના વીમા અને નાણાકીય નિર્ણય લેવામાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયાસ છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ભારતમાં સામાન્ય વીમા પ્રત્યે મહિલાઓની જાગૃતિ અને વલણ અંગેના તાજેતરના સર્વેક્ષણમાં કેટલાક મુદ્દાને પણ સ્પર્શવામાં આવ્યા હતા જે દેખીતી રીતે મહિલાઓ દ્વારા વીમા પ્રોડક્ટ્સની ખરીદીને નિયંત્રિત કરે છે. સર્વેક્ષણ મુજબ, 40 વર્ષથી વધુ ઉંમરની 60 ટકા આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓએ સામાન્ય વીમો ખરીદ્યો હતો.
વધુ મહિલાઓને તેમની નાણાકીય સ્વતંત્રતાની જવાબદારી સંભાળવા પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના રિપોર્ટના તારણો પર આધારિત, વીમા અને નાણાકીય સાક્ષરતા પરના વિશિષ્ટ દરજ્જાના કાર્યક્રમ માટે તેના મહિલા એજન્ટોની પણ નોંધણી કરશે. મહિલાઓ માટે આ વિશેષ ઓફરો જાગરૂકતા કેળવવા અને વીમા પોલિસીના લાભો દર્શાવવા માટે પણ સજ્જ છે. આ પહેલ તેના કર્મચારીઓ, ગ્રાહકો, એજન્ટો અને ચેનલ ભાગીદારો માટે સર્વસમાવેશક અને વૈવિધ્યસભર વાતાવરણ બનાવવાના કંપનીના વિઝનને અનુરૂપ છે.
આ સમાચાર પણ વાંચો : મિશન ઝીરો સ્ક્રેપ… ભંગાર વેચીને વેસ્ટર્ન રેલવેએ અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી.. આવકનો આંકડો જાણીને ચોંકી જશો..
Join Our WhatsApp Community