News Continuous Bureau | Mumbai
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આજે (સોમવારે) કલબુર્ગીના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન જ્યાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં કચરો એટલો બધો હતો કે લેન્ડિંગ વખતે બધો કચરો અહીં-ત્યાં ઉડવા લાગ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાઈ શકે એમ હતું. જો કે, બાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
અહેવાલો અનુસાર, જ્યારે બીએસ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હેલીપેડ પર ઉતરી રહ્યું હતું ત્યારે ત્યાં પડેલા પ્લાસ્ટિકની શીટ્સ અને અન્ય કચરો હવામાં ઉડવા લાગ્યો હતો. જોકે છેલ્લી ઘડીએ પાયલોટે ખતરો સમજીને લેન્ડિંગ ટાળ્યું અને હેલિકોપ્ટરને હવામાં ઉભું રાખ્યું. જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.
આ સમાચાર પણ વાંચો : PMLA કેસમાં તપાસ એજન્સીનો સપાટો.. ઇડીએ મુંબઈ સહિત 15 સ્થળો પર પાડ્યા દરોડા, અધધ આટલા કરોડના દાગીના અને રોકડ કરી જપ્ત..
Join Our WhatsApp Community