આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, સામાજિક કાર્યકર નારી શક્તિને કેટ અને ઝેપ ઉદ્યોગીની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મહારાષ્ટ્ર રાજ્યના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ, શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, વેપારીઓની દેશની સર્વોચ્ચ સંસ્થા CAIT અને મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા ઝેપ ઉદ્યોગીની દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, ખાસ કરીને વ્યવસાય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં, મહિલા શક્તિ દ્વારા કરવામાં આવેલા કાર્યને પ્રોત્સાહિત કરવા અને તેની પ્રશંસા કરવા માટે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે એટલે કે શુક્રવારે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, ચર્ચગેટના સી.કે. નાયડુ ઓડિટોરિયમ ખાતે ‘આઇકોનિક વુમન એવોર્ડ્સ 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાંચ રાજ્યોની કુલ 51 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઝેપ ઉદ્યોગિનીના સ્થાપક પ્રમુખ પૂર્ણિમા શિરીષ્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે અમે આ એવોર્ડનો વ્યાપ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ પાંચ રાજ્યો સુધી વિસ્તાર્યો છે, જેઓ તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને સમાજ સેવામાં પણ અગ્રેસર છે. જે મહિલાઓએ ઘર ચલાવવાની સાથે પોતાના સામાજિક અને વ્યવસાયિક કાર્યના બળ પર પોતાની છાપ છોડી હોય તેવી મહિલાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ સમારોહમાં સૌથી વિશેષ ભારતની પ્રથમ ફોરેન્સિક મહિલા રૂકમણી કૃષ્ણ મૂર્તિ હતી, જેમણે મુંબઈમાં થયેલા તમામ બોમ્બ વિસ્ફોટોનું ફોરેન્સિક ઓડિટ કર્યું છે. અમારો એવોર્ડ સ્વીકારીને તેમણે અમારા એવોર્ડનું ગૌરવ વધુ વધાર્યું છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…