સોશિયલ મીડિયા પર અવાર નવાર વિપક્ષી પાર્ટીના નેતાઓને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ હવે બીજેપી સમર્થકો ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને ઠપકો આપ્યો હતો. જેના કારણે ચીફ જસ્ટિસને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને ટ્રોલ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રચુડે તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભૂમિકાની આકરી ટીકા કરી હતી. હાલમાં જ સુનાવણી પૂરી થઈ છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. કેસ હજુ ન્યાયાધીન છે. જોકે, મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડને મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષો (ભાજપ અને શિંદે જૂથ)ના સમર્થકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…
પત્રમાં આ નેતાઓની સહી
કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં 13 વિપક્ષી નેતાઓના હસ્તાક્ષર છે. વિવેક તંખાની સાથે કોંગ્રેસના દિગ્વિજય સિંહ, શક્તિસિંહ ગોહિલ, પ્રમોદ તિવારી, અમી યાજ્ઞિક, રણજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, સપાના નેતાઓ રામ ગોપાલ યાદવ, જયા બચ્ચનનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિ આ મામલામાં શું કાર્યવાહી કરે છે.
હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિ આ મામલામાં શું કાર્યવાહી કરે છે.
Join Our WhatsApp Community