News Continuous Bureau | Mumbai
દેશની બેન્કિંગ સિસ્ટમમાં તરલતાની અનિશ્રિત સ્થિતિ વચ્ચે પણે બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડેટ કેપિટલ મારફતે રૂ. 91,500 કરોડ એકત્ર કર્યા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં તે રૂ.1.4 લાખ કરોડને આંબશે તેવી શક્યતા છે. બેન્કો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બોન્ડ ઇસ્યૂઅન્સ અંદાજે રૂ.1.3-1.4 લાખ કરોડને આંબે તેવી સંભાવના છે. ડેટ સેલ્સ પણ રૂ.0.915 લાખ કરોડના રેકોર્ડ સ્તરે આંખ્યું છે. જેણે નાણાકીય વર્ષ 2017ના રૂ.0.8 લાખ કરોડના લેવલને ક્રોસ કર્યું છે.
ઇકરા રેટિંગ્સે જણાવ્યું હતું કે ક્રેડિટ ડિપોઝિટ વચ્ચે અંતર વધવાને કારણે બેન્કોએ ફંડ એકત્ર કરવા માટે વૈકિલ્પક સ્ત્રોત અપનાવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ધિરાણની સતત માંગને કારણે થાપણોમાં બીજી તરફ ઘટાડો થયો હતો જેને કારણે ધિરાણ અને થાપણો વચ્ચે અંતર મહત્વપૂર્ણ રીતે વધી રહ્યો છે. ક્રેડિટ વિસ્તરણ રૂ.12.7 લાખ કરોડ જ્યારે ડિપોઝિટ રૂ.8.9 લાખ કરોડ રહી હતી.
આ સમાચાર પણ વાંચો: Mumbai News : મુંબઈના સ્થાનિક મુસાફરો માટે સારા સમાચાર! આ તારીખથી 12 કોચની 12 સેવાઓને 15 કોચમાં રૂપાંતરિત કરવામાં આવી.
ડિપોઝિટ અને ક્રેડિટ વચ્ચેના અંતરને ઓછુ કરવા માટે બેન્કો ફંડ એકત્રીકરણ કરવા માટે અનેકવિધ માધ્યમો પર નિર્ભર રહે છે. જેમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી રિફાઇનાન્સ, બેલેન્સ શીટ લિક્વિડીનું ડ્રો ડાઉન એક્સેસ અને ડેટ કેપિટલ માર્કેટ ઇસ્યુઅન્સ સામેલ છે. પરિણામે, બેન્કો દ્વારા ગ્રોસ બોન્ડ ઇસ્યૂઅન્સ પણ નાણાકીય વર્ષ 2023ના પહેલા 9 મહિનામાં વધીને રૂ.0.9 લાખ કરોડ નોંધાયું છે તેવું ઇકરાએ જણાવ્યું હતું.
Join Our WhatsApp Community