News Continuous Bureau | Mumbai
Varanium Cloud Share Price: 2022માં બેન્ક નિફ્ટી સિવાય મોટાભાગના ઈન્ડેક્સે નિરાશ કર્યા છે. પરંતુ આવા ઘણા સ્મોલ કેપ શેરો છે જેણે આ સમયગાળા દરમિયાન રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આજે અમે એવી જ એક નાની મધ્યમ કંપની વિશે વાત કરી રહ્યા છીએ જેણે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના ત્રણ મહિનાની અંદર જ ફફડાટ મચાવી દીધો છે. અમે ટેક કંપની વેરેનિયમ ક્લાઉડ (Varanium Cloud) વિશે વાત કરી રહ્યા છીએ જેણે રોકાણકારોને આકર્ષક રિટર્ન આપ્યું છે. વેરેનિયમ ક્લાઉડનો સ્ટોક એવી રીતે દોડી રહ્યો છે કે તેની સામે રોકેટ પણ નિષ્ફળ જશે.
80 દિવસમાં 710 ટકા રિટર્ન
વેરેનિયમ ક્લાઉડનો IPO 16 સપ્ટેમ્બર 2022ના રોજ ખોલવામાં આવ્યો હતો અને કંપની 27 સપ્ટેમ્બર 2022ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. નાની મધ્યમ કંપની હોવાને કારણે આ IPO SME કેટેગરીમાં આવે છે. કંપનીએ શેર દીઠ 122 રૂપિયાના ભાવે આઈપીઓ લાવી હતી. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે 122 રૂપિયાનો આ શેર 16 ડિસેમ્બર 2022ના રોજ 987.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરમાં સતત અપર સર્કિટ લાગી રહ્યો છે. લિસ્ટિંગના માત્ર 80 દિવસની અંદર, કંપનીએ તેના રોકાણકારોને 710 ટકા રિટર્ન આપ્યું છે. રોકાણકારોને દરેક શેર પર 865.8 રૂપિયાનો નફો મળી રહ્યો છે.
એક મહિનામાં 132 ટકા રિટર્ન
એક મહિના પહેલા શેર 427 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો અને માત્ર એક મહિનામાં રોકાણકારોને 131 ટકા રિટર્ન મળ્યું છે. SME કંપનીના IPOમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાના શેર માટે રોકાણ કરવું પડે છે. અને જો કોઈ રોકાણકારે વેરેનિયમ ક્લાઉડના 1000 શેર માટે 122000 રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેનું રોકાણ આજે વધીને 9,87,800 રૂપિયા થઈ ગયું છે એટલે કે 8,65,800 રૂપિયાનો સીધો નફો.
શું કરે છે કંપની
વેરેનિયમ ક્લાઉડની સ્થાપના 2017 માં કરવામાં આવી હતી. કંપની ડિજિટલ ઓડિયો, વિડિયો અને નાણાકીય બ્લોકચેન બેઝ્ડ સ્ટ્રીમિંગ સર્વિસિઝ સાથે સંકળાયેલી છે. કંપનીની આવકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2020-21માં કંપનીની આવક 289.25 લાખ રૂપિયા હતી, જેના પર કંપનીએ 289.25 લાખ રૂપિયાનો નફો કર્યો હતો. 2021-22માં આવક વધીને 3535.21 લાખ રૂપિયા થઈ, જેના પર 840.19 લાખ રૂપિયાનો નફો થયો છે.
Join Our WhatsApp Community