Saturday, February 4, 2023
Home શહેરમુંબઈ મુસાફરોને હાલાકી, બેસ્ટ બસ ડ્રાઇવર ભૂલી ગયો રસ્તો પછી શું થયું …? જુઓ આ વીડિયોમાં

મુસાફરોને હાલાકી, બેસ્ટ બસ ડ્રાઇવર ભૂલી ગયો રસ્તો પછી શું થયું …? જુઓ આ વીડિયોમાં

લાખો મુંબઈવાસીઓ દરરોજ બેસ્ટની બસમાં મુસાફરી કરે છે. હાલમાં, મુંબઈમાં બેસ્ટ બસ મુસાફરી સૌથી અનુકૂળ અને સસ્તી છે. બસની ટીકીટ ની લઘુત્તમ કિંમત 5 રૂપિયા હોવાથી બેસ્ટ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

by AdminH
BEST bus viral video contract driver forgot bus route

News Continuous Bureau | Mumbai

લાખો મુંબઈવાસીઓ દરરોજ બેસ્ટની બસમાં ( BEST bus ) મુસાફરી કરે છે. હાલમાં, મુંબઈમાં બેસ્ટ બસ મુસાફરી સૌથી અનુકૂળ અને સસ્તી છે. બસની ટીકીટ ની લઘુત્તમ કિંમત 5 રૂપિયા હોવાથી બેસ્ટ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બસોની ફ્રિકવન્સી વધારવા તેમજ નાણાકીય નુકસાનને આવરી લેવા માટે, BEST એ કાફલામાં લીઝ પરની બસો ઉમેરી છે. આ બસો પર કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ કર્મચારીઓને કોઈ અનુભવ નથી, જેના કારણે મુસાફરોને અગવડતા પડી રહી છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોના ( viral video ) કારણે મુસાફરોની સુરક્ષા પર ફરી એક વખત પ્રશ્નાર્થ સર્જાયો છે.

કોન્ટ્રાક્ટ ચાલક રસ્તો ભૂલી ગયો..

અનુશક્તિ નગર તરફ જતી વખતે, ડ્રાઈવરે ભૂલથી બસને વાશી રોડ તરફ વાળી હતી. પછી, જ્યારે ડ્રાઇવરને ખબર પડી કે તે ખોટા રસ્તા પર છે, ત્યારે બસને મુખ્ય માર્ગ પર ડાયવર્ટ કરીને વિરુદ્ધ દિશામાં લાવવામાં આવી હતી. જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામ થતાં મુસાફરોને અગવડતા પડી હતી. આ ગડબડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય જનતા પ્રશ્ન કરી રહી છે કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પાસે પૂરતો અનુભવ નથી ત્યારે તેમને કેમ સેવામાં સામેલ કરવામાં આવે છે. આનાથી મુસાફરોની સુરક્ષા પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. બેસ્ટની યાત્રાને મુંબઈની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે, તેથી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને નેટીઝન્સે પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો:  પ્રવાસી માટે સુવિધા કે દુવિધા.. એસી લોકલનો દરવાજો ન ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત. જુઓ વિડિયો..

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous