ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં ભાગવત ગીતાનું પઠન કરવામાં આવે એવી ભાજપે માગણી કરી છે. જો કે ભાજપના કોર્પોરેટરે શાળાઓમાં ભાગવત ગીતાના પાઠ કરાવવાની માંગણી સામે સમાજવાદી પાર્ટી આક્રમક બની છે. સમાજવાદી પાર્ટીના ગ્રુપ લીડર અને ધારાસભ્ય રઈસ શેખે મેયર કિશોરી પેડણેકરને પત્ર પાઠવી આ ઠરાવ રદ કરવાની માંગ કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાંથી ભાગવત ગીતાનું પઠન કરવું જોઈએ એવી માગણી ભાજપના કોર્પોરેટર યોગીતા કોલીએ પત્ર લખીને કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે ભાગવત ગીતા એ પવિત્ર ગ્રંથોમાંનો એક છે અને માનવ ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંનો એક તત્વજ્ઞાન પર આધારિત છે. મહાભારત અનુસાર, ભગવાન કૃષ્ણએ મહાન યુદ્ધ દરમિયાન માર્ગદર્શક તરીકે અર્જુનને ગીતા સંભળાવી હતી. આ ગ્રંથ મનુષ્યને સર્વોચ્ચ જ્ઞાન આપે છે અને જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપે છે. વિશ્વના વિવિધ દેશો અને ધર્મોના અસંખ્ય તત્વચિંતકો, વૈજ્ઞાનિકો અને ચિંતકોએ હંમેશા આ પુસ્તક પર ગર્વ લીધો છે. તેથી આગામી પેઢીને પણ તેનો લાભ મળવો જોઈએ.
એક જ અઠવાડિયામાં બીજી વખત ટ્વિટર ડાઉન, યુઝર્સ હેરાન પરેશાન; જાણો વિગત,
મેયર સમક્ષ ભાજપના નગરસેવિકાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જોકે તેની સામે સમાજવાદી પાર્ટીએ આ ઠરાવનો વિરોધ કર્યો છે. સમાજવાદી પાર્ટીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે શાળાઓમાં ભાગવત ગીતાના પઠન અંગેના ઠરાવની સૂચનાને રદ કરવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ધાર્મિક ધ્રુવીકરણ અને તણાવ ઊભો કરીને મતદારોને આકર્ષવાનો છે. આથી ઠરાવની નોટિસ રદ કરીને તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ તેવું સમાજવાદી પાર્ટીના નતાએ કહ્યું હતું.
Join Our WhatsApp Community