News Continuous Bureau | Mumbai
ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા ( Cold wave ) થઈ રહી છે. તેથી, ત્યાંથી મહારાષ્ટ્ર તરફ ફૂંકાતા સૂકા પવનોએ મુંબઈ ( Mumbai ) સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાન ( Temperature ) આ સિઝનના સૌથી નીચા સ્તરે લાવી દીધું છે.
છેલ્લા 10 વર્ષમાં મુંબઈનો પારો એક-બે વખત 11 ડિગ્રી સુધી ગગડી ગયો છે. આ વર્ષનું તાપમાન રેકોર્ડ નીચા તાપમાનની બરાબર રહેવાની ધારણા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં માથેરાન, મહાબળેશ્વર જેવી ઠંડી પડી રહી છે.
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું
ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરના મોટાભાગના રાજ્યોમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી નીચું રહેવાની શક્યતા છે. સાથે જ દિવસનું મહત્તમ તાપમાન ઘટીને 2 ડિગ્રી સુધી પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં પણ ઠંડી વધશે અને રેકોર્ડ બ્રેક લઘુત્તમ તાપમાન નોંધાય તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: મલાડને મળી મોકળાશ, આખરે એસ.વી. રોડ ને અવરોધનાર ઇમારતનું તોડકામ થયું.
રાત વધુ ઠંડી બનશે..
મુંબઈની સાથે કોંકણ કિનારે રત્નાગીરી, સિંધુદુર્ગ, પાલઘર, રાયગઢનું રાત્રિનું તાપમાન 11 થી 15 ડિગ્રીના નીચા સ્તરે પહોંચી જશે.
મુંબઈ શહેર અને ઉપનગરોમાં શુક્રવાર રાતથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. 17 જાન્યુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 11 ડિગ્રી થઈ જશે, વેધશાળાએ આગાહી કરી છે.
ઉત્તર તરફથી હિમવર્ષા અને સૂકા પવનોને કારણે શહેરનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટશે. હવામાનશાસ્ત્રી સુષ્મા નાયરે કહ્યું કે ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી તીવ્ર ઠંડી રહેશે.