News Continuous Bureau | Mumbai
1 ડિસેમ્બરના રોજ, મુંબઈ પોલીસે ખારમાં એક કોરિયન મહિલા વ્લોગરને હેરાન કરવા બદલ મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદ્રેલમ અંસારીની ધરપકડ કરી હતી. એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, “બે યુવકો – મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદ્રેલમ અન્સારી – લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયન યુટ્યુબરની કથિત રીતે છેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ખાર પોલીસે આઈપીસી 354 હેઠળ એફઆઈઆર નોંધી અને બંનેની ધરપકડ કરી.
#Molestation in #Mumbai : લાઇવ સ્ટ્રીમ દરમિયાન #કોરિયન વ્લોગરને મુંબઈમાં હેરાન કરવામાં આવી, #સોશિયલ મીડિયાના આક્રોશ પછી બંનેની થઈ #ધરપકડ..#mumbai #koreanvloggar #molestation #viralvideo #newscontinuous pic.twitter.com/ajzHFsi7i0
— news continuous (@NewsContinuous) December 1, 2022
29 નવેમ્બરના રોજ, કોરિયન ટ્વિચ સ્ટ્રીમર હ્યોજેઓંગ, જે હાલમાં ભારત પ્રવાસ પર છે અને નિયમિતપણે તેની Twitch ચેનલ પર તેની મુસાફરી સ્ટ્રીમ કરી રહી હતી. આ દરમિયાન તે એકલી છોકરીને જોઇને બે આરોપીઓ તેની નજીક આવ્યા હતા. તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તેને કિસ કરવાની કોશિશ કરી હતી અને તેનો પીછો પણ કર્યો હતો.
જોવાની વાત એ છે કે આ તમામ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બંને આરોપીઓ જાણતા હતા કે તેમની વર્તણૂક કેમેરામાં કેદ થઇ રહી છે તેમ છતાં તેઓએ અભદ્ર વર્તન ચાલુ રાખ્યું હતું. આ ઘટના અને મહિલાની છેડતીની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ભારતીયોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેમણે ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: SBI Mumbai : મુંબઈમાં સ્ટેટ બેંકનો ‘તાલિબાન’ નિર્ણય, અમુક શાખાઓમાં રવિવાર ની જગ્યાએ શુક્રવારે અઠવાડિક રજા. હવે થયો હંગામો.