News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉપનગરમાં સેવા આપતા શિવાજીનગર સ્ટેશન પર લોકલ માટે નવા ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લેવાયેલા બ્લોકમાં ઓવરહેડ વર્ક પૂર્ણ થયું છે. આ કારણે નવા પ્લેટફોર્મ પર 30 જાન્યુઆરીથી લોનાવાલા સુધી લોકલ ટ્રેનો દોડશે.
શિવાજીનગર સ્ટેશનથી પંદર લોકલ ઉપડશે
લોકલ શરૂ થયા બાદ પુણે સ્ટેશનથી ઉપડનારી લોકલ ટ્રેનોની સંખ્યામાં મોટો ઘટાડો થશે. પુણે સ્ટેશન પર લોકલનો ભાર ઓછો કરવા માટે, રેલવે પ્રશાસને શિવાજીનગર સ્ટેશન પર EMU ( ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે લોકલ ) ટર્મિનલ બાંધવાનું નક્કી કર્યું. આ માટે 330 મીટર લંબાઇનું નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ માટે લગભગ 1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ટર્મિનલ ખુલ્યા બાદ લોનાવાલા જતી પંદર જેટલી લોકલ શિવાજીનગર સ્ટેશનથી ઉપડશે. પરિણામે પુણે સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થશે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?
જે લોકલને મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તે પુણે સ્ટેશનથી ઉપડશે. અન્ય લોકલ ટ્રેનો શિવાજી નગર સ્ટેશનથી ઉપડશે. જોકે પુણે-લોનાવાલા વચ્ચે દોડતી લોકલ કોચની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
Join Our WhatsApp Community