News Continuous Bureau | Mumbai
ગોખલે બ્રિજને ( Gokhale bridge ) 7 નવેમ્બરથી બંધ ( Major block ) કરી દેવાયો છે, અંધેરી ઈસ્ટથી અંધેરી વેસ્ટને જોડતો ગોખલે બ્રિજ જોખમી બન્યો હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય આખરે લેવામાં આવ્યો હતો. દરમિયાન ફરી એકવાર આ બ્રિજને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે પશ્ચિમ રેલવેએ ( Western Railway ) પણ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે.
એક અખબારી યાદીમાં, WRએ જણાવ્યું છે કે, અંધેરીમાં ગોખલે રોડ ઓવરબ્રિજને તોડી પાડવાના કામના સંદર્ભમાં, 19-20 અને 20-21 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે 12.15 કલાકથી 04.45 કલાક સુધી ડાઉન ધીમી લાઈનો પર 04.30 કલાકનો મોટો બ્લોક હાથ ધરવામાં આવશે, જેના કારણે થોડી લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.
આ બ્લોકને પગલે 14 ધીમી લોકલ સેવાઓને સાંતાક્રુઝ-ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને વિલે પાર્લે સ્ટેશન પર ડબલ હોલ્ટ અપાશે. જોકે પ્લેટફોર્મના અભાવે લોકલ સેવાઓ રામ મંદિર સ્ટેશન પર રોકાશે નહીં. મુસાફરોને જોગેશ્વરી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે એક જ ટિકિટ અથવા પાસ પર વિરુદ્ધ દિશામાં મુસાફરી કરવાની મંજૂરી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આરાધ્ય દેવી, મુંબા દેવી મંદિરની થશે કાયાપલટ.. પાલિકા ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા.. જાણો શું છે સરકારની યોજના..
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વિરારથી 23.40 કલાકે ઉપડનારી VR91016 અને અંધેરીથી 00.46 કલાકે ઉપડનારી BY91035 ટ્રેન ગોરેગાંવ-અંધેરી વચ્ચે બંને દિશામાં ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે અને અપ અને ડાઉન દિશામાં રામ મંદિર પર રોકાશે નહી. આ ઉપરાંત 04.40 કલાકે અંધેરીથી ઉપડતી VR92005 બ્લોક હટાવ્યા બાદ ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે અને અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચેના તમામ હોલ્ટ્સને છોડી દેવામાં આવશે.
બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-ભુસાવલ ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનો સાંતાક્રુઝથી બોરીવલી સુધી 5મી લાઇન પર ચલાવવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર 6ને બદલે બોરીવલી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : મેટ્રોનું ઉદ્ઘાટન થયું, મુંબઈવાસીઓ આજથી મેટ્રોમાં કરી શકશે મુસાફરી.. જાણો ટિકિટ દર શું હશે? કેટલો સમય બચશે?