News Continuous Bureau | Mumbai
ટ્રાફિકની હાલાકીમાં આખા વિશ્વમાં મુંબઈ પહેલા નંબરે આવે છે. દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાના ઉત્તર વિભાગ કાર્યાલયે પશ્ચિમી ઉપનગરોના મલાડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વિવિધ પગલાં લીધાં છે. આ જ ક્રમમાં પાલિકાએ ગઈકાલે એટલે કે મંગળવારે મલાડના જી. જી. મહલકારી રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આશરે 12 મીટર રોડને પહોળો કરવામાં અવરોધરૂપ 27 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પછી તેની પહોળાઈ 12 મીટરથી વધીને 18.3 મીટર થઈ ગઈ છે. મહત્વનું છે કે આ મહલકારી રોડને કુરાર ગામ અને ગોરેગાંવ-મુલુંડ રોડને જોડવા પહોળો કરવામાં આવ્યો છે.
આ બાંધકામોને દૂર કરવા માટે બે જેસીબી પ્લાન્ટ, એક ડમ્પર, વીસ કામદારો અને છ ઇજનેરો કાર્યવાહીના સ્થળે કાર્યરત હતા. મીડિયા રિપોર્ટ મુજબ ડેપ્યુટી કમિશનર વિશ્વાસ શંકરવાર અને આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરને રોડ પહોળો કરવાની કામગીરી સોંપવામાં આવી છે. આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું છે કે મહાનગરપાલિકાના માર્ગ વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ રોડને પહોળો કરવાની અને વિકાસની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ ની હવા બની વધુ ઝેરી, માયાનગરીએ પ્રદૂષણના મામલે દિલ્હીને પણ છોડી દીધું પાછળ.. પહોંચ્યું આ ક્રમે..
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં આ ત્રીજી કાર્યવાહી છે. અગાઉ ગત 12 જાન્યુઆરીના રોજ, નાગરિક સંસ્થાએ SV રોડ પર 100 વર્ષ જૂની બિલ્ડિંગને તોડી પાડી હતી. 1923 માં બાંધવામાં આવેલ, આ ઇમારત સરળ ટ્રાફિકમાં અવરોધ ઉભા કરી રહી હતી. આ પહેલા મલાડ રેલ્વે સ્ટેશન નજીક આવેલી બે પ્રખ્યાત મીઠાઈની દુકાનના ગેરકાયદેસર ભાગોને તોડી પાડવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community