News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી ગરમીની શરૂઆત થાય છે, પરંતુ મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મુંબઈ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમી જોવા મળી રહી છે. 12 ફેબ્રુઆરીથી ગઈકાલની વચ્ચે તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે. મુંબઈમાં સોમવારે 36.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી સામાન્ય કરતાં આ તાપમાન પાંચથી છ ડિગ્રી વધુ છે. તો આજે શહેરમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 15 ફેબ્રુઆરી સિવાય, જ્યાં તાપમાન 34 ડિગ્રી હતું, મહત્તમ તાપમાન સતત 35 ડિગ્રીથી ઉપર રહ્યું છે.
Right now: Smoke, Temperature: 32.99C, Humidity: 38, Wind: From WSW at 5.14KPH, Updated: 12:18PM #Mumbai #Weather
— WeatherMumbai (@WeatherMumbai) February 21, 2023
હવામાનમાં આવેલા આ બદલાવથી સામાન્ય નાગરિકોને આશ્ચર્ય તો થયું જ છે પરંતુ હવામાનશાસ્ત્રીઓને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 21-22 ફેબ્રુઆરીએ મુંબઈ, કોંકણના દરિયાકાંઠે અને કચ્છમાં હીટ વેવની આવી શકે છે અને આ સમયગાળા દરમિયાન તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે હવામાન વિભાગે ઘરની બહાર નીકળો ત્યારે કાળજી રાખજો, એવી સલાહ હવામાન વિભાગે આપી છે.
આ સમાચાર પણ વાંચો : માર્ચમાં પીએમનો ગુજરાત પ્રવાસ, જી-20 બેઠકમાં હાજરી આપશે, ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળશે
Join Our WhatsApp Community