News Continuous Bureau | Mumbai
લવ જેહાદ (love Jehad) દ્વારા આફતાબે શ્રદ્ધા વોકર(Shraddha Walker Murder case) ની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આફતાબની માનસિકતા હવે સામે આવી છે. ગઈકાલ સુધી આફતાબે (Aftab) પોતાને હતાશ પ્રેમી તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે ગુસ્સામાં આવીને શ્રદ્ધાની હત્યા કરી હતી, પરંતુ પોલીગ્રાફ ટેસ્ટમાં તેના મોઢામાંથી જે માહિતી બહાર આવી તેના કારણે પોલીસને શંકા છે કે આફતાબ પ્રશિક્ષિત જેહાદી છે. તેણે કહ્યું, “મને ખુશીથી ફાંસી આપો, મને જન્નતમાં હુર મળશે એટલે કે મને સ્વર્ગમાં અપ્સરા મળશે.”
20 હિન્દુ યુવતીઓને પણ છેતરવામાં આવી હતી
આફતાબના પોલિગ્રાફ ટેસ્ટમાં સ્પષ્ટપણે ખુલાસો થયો કે તે કટ્ટર ઈસ્લામિક જેહાદી છે, હવે દિલ્હી પોલીસ તેનો નાર્કો ટેસ્ટ કરવા જઈ રહી છે. આફતાબ અમીન પૂનાવાલાને શ્રદ્ધા વાળકરની હત્યા અને તેના 35 ટુકડા કરવા બદલ કોઈ પસ્તાવો નથી. શ્રદ્ધા સાથેના લવ જેહાદ દરમિયાન તેના અન્ય 20 હિન્દુ યુવતીઓ સાથે પણ અફેર હતા. તેણે બમ્બલ એપ દ્વારા આ 20 હિન્દુ યુવતીઓ સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ભાગોને ફ્રીજમાં રાખ્યા બાદ તે એક હિન્દુ મનોચિકિત્સક યુવતીને પણ ઘરે લાવ્યો હતો. આફતાબે તે છોકરીને શ્રદ્ધાની વીંટી ભેટમાં આપી હતી. આવી ઓછામાં ઓછી 20 હિંદુ યુવતીઓને તેના લવ જેહાદમાં ફસાવી હતી.
આ સમાચાર પણ વાંચો: આખરે આરેમાં મુંબઈ મેટ્રોનું કારશેડ બનશે જ. સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી. આ મહત્વનો ચુકાદો વળાંક સાબિત થશે.
આફતાબ ને કોઈ પસ્તાવો નથી
આફતાબ દિવસભરની પૂછપરછ અને પોલીગ્રાફ ટેસ્ટ પછી સારી રીતે ઊંઘે છે. તેની સાથે કોટડીમાં રખાયેલા બે કેદીઓ સાથે થોડી વાતચીત પણ કરે છે. પરંતુ આ બધા સમયે તેના ચહેરા પર કોઈ તણાવ નથી કે તેને શ્રદ્ધાની હત્યા કરવાનો પસ્તાવો નથી. આફતાબે શ્રદ્ધાની હત્યા કરવાનો નિર્ણય મુંબઈમાં જ લીધો હતો. આફતાબે અગાઉની પૂછપરછ અને બાદમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન તેની માહિતી પણ પોલીસને આપી હતી.
Join Our WhatsApp Community