News Continuous Bureau | Mumbai
FASTag Latest News: જો તમે પણ હાઈવે પર વાહન ચલાવો છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. હાઈવે પર ચાલતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે સરકાર દ્વારા એવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તમને ફાસ્ટેગની જરૂર પણ નહીં પડે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોકાયા વગર પેમેન્ટ અને વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
જીપીએસથી કપાશે પેમેન્ટ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા હાઈવે પર ચાલતા વાહનોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને ભીડની લાંબી કતારો દૂર કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. સરકારે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં તમને ફાસ્ટેગની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમની સુવિધા મળશે, ત્યારબાદ ટોલ પ્લાઝાની ભૂમિકા અને તેના પર નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : નવી ટેક્નોલોજી / RBI લાવી રહી છે દેશમાં નવી ટેક્નોલોજી, હવે QR કોડ દ્વારા ઉપાડી શકશો રૂપિયા
મંત્રાલયે આપી જાણકારી
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) પાસેથી મળેલી માહિતી મુજબ, સરકાર હાલમાં મહત્વાકાંક્ષી યોજનાઓના આધારે નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે, ત્યારબાદ મોટર વાહન અધિનિયમ અને ટોલની સુવિધા માટે સુધારા પર કામ કરવામાં આવશે.
સરકાર ટૂંક સમયમાં કરી શકે છે લોન્ચ
આપને જણાવી દઈએ કે ટોલની આ સુવિધા વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે અને તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સાથે જ સરકાર તેને જલ્દી લોન્ચ
વ્હીકલ એક્ટમાં કરવો પડી શકે છે સુધારો
મીડિયા રિપોર્ટ મુજબ, GPS આધારિત સિસ્ટમ શરૂ કરવામાં ઘણી સુવિધા હશે, પરંતુ તે પહેલા સરકારે આ ટેક્નોલોજી માટે તૈયાર રહેવું પડશે. ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રસ્તાઓને અપગ્રેડ કરવા માટે પણ કામ કરવું પડશે. તેની સાથે મોટર વ્હીકલ એક્ટમાં પણ સુધારો કરવો પડશે. ટોલ પ્લાઝાની જરૂરિયાતને દૂર કરવા માટે તમારે GPS આધારિત ટોલિંગ સિસ્ટમ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.કરી શકે છે. આ પહેલા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને નિર્માણાધીન હાઈવેને મંજૂરી મળી શકે છે
આ સમાચાર પણ વાંચો : તુર્કી જવા માંગતા હતા પાક પીએમ શાહબાઝ શરીફ, તુર્કીએ કહ્યું- આવવાની કોઈ જરૂર નથી…
Join Our WhatsApp Community