News Continuous Bureau | Mumbai
સમગ્ર વિશ્વ માટે સૌથી મુશ્કેલીનો સમય કોરોનાનો સમયગાળો હતો. કોરોનાની અસર માત્ર શરીર જ નહીં મન પર પણ પડી છે. એ સમય યાદ આવે તો પણ મન ઉદાસ થઈ જાય છે. કોરોનાથી સંક્રમિત લોકોને સાજા થયા બાદ અનેક પ્રકારની આફ્ટર ઈફેક્ટનો સામનો કરવો પડે છે. એવા ઘણા લોકો છે જેમને અનિંદ્રાની સમસ્યા થવા લાગી છે.
કોરોના સંક્રમણ દરમિયાન, લોકો ડરના કારણે પણ ઊંઘી શકતા નથી, પરંતુ પછીથી સાજા થયા પછી પણ આ સમસ્યા ચાલુ રહે છે. દુનિયાભરના ઘણા સંશોધનોથી એ વાત સામે આવી છે કે કોરોનાથી પીડિત લોકો ઊંઘમાં ખલેલ અનુભવે છે. સ્લીપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 40% લોકોને ઊંઘની સમસ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં, 36% લોકોએ આ લક્ષણો દર્શાવ્યા. સારી ઊંઘ ન આવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે.
ઈ-ક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ 56 દેશોમાં 3,762 સહભાગીઓને શ્રેણીબદ્ધ પ્રશ્નોનું એક ઓનલાઈન ફોર્મ મોકલ્યું હતું. સહભાગીઓને ક્રોનિક કોવિડ હતો. સહભાગીઓ તરફથી મળેલા પ્રતિભાવો આશ્ચર્યજનક છે. કારણ કે તેમાંથી લગભગ 80% લોકોને ઊંઘની સમસ્યા છે. આ સમસ્યાઓમાં અનિદ્રા સૌથી સામાન્ય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડિત છો, તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે અનિદ્રા ભવિષ્યમાં અનેક રોગોનું કારણ બની શકે છે. તેથી હંમેશા સાવચેત રહેવું વધુ સારું છે.