News Continuous Bureau | Mumbai
IRCTC News Update: જે લોકો આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ દ્વારા ઓનલાઈન રેલવે ટિકિટ બુક ( Online Rail Ticket Booking) કરાવે છે તેમના માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. શું તમે જાણો છો કે, ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા પર સુવિધા ફી વસૂલવા (Convenience Fee) થી આઈઆરસીટીસીની થનારી કમાણી ફક્ત ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં IRCTCએ રેલવે ટિકિટ બુકિંગ પર વસૂલવામાં આવતી સુવિધા ફીમાંથી 352.33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, 2021-22માં વધીને તે 694 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishvaw) એ સંસદમાં આ જાણકારી આપી છે.
સુવિધા ફીથી IRCTC ની કમાણી થઈ બમણી
લોકસભામાં પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નનો જવાબ આપતા રેલવે મંત્રીએ જણાવ્યું કે, 2019-20 પછી જો આપણે IRCTC (Indian Railway Catering & Tourism Corporation) ને સુવિધા ફીથી થતી કમાણી પર નજર કરીએ તો 2019-20માં તે 352.33 કરોડ હતી. જે 2020-21માં ઘટીને 299.17 કરોડ રૂપિયા પર આવી, જ્યારે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું અને લાંબા સમયથી રેલ સેવા બંધ હતી. 2021-22માં, IRCTCની સર્વિસ ચાર્જીસની કમાણી વધીને 694.08 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે બે વર્ષમાં IRCTCની સુવિધા ફીમાંથી કમાણીમાં લગભગ 100 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 ના ડિસેમ્બર મહિના સુધી એટલે કે, માત્ર 9 મહિનામાં IRCTC એ સુવિધા ફીમાંથી 604.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ટિકિટ કેન્સલેશન પર સુવિધા ફી પરત નથી કરવામાં આવતી
રેલવે મંત્રીએ જણાવ્યું કે, IRCTC ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવવા પર મુસાફરો પાસેથી સુવિધા ફી વસૂલે છે. એસી ક્લાસ માટે નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુક કરવા પર 30 રૂપિયાની સુવિધા ફી અને યુપીઆઈ પેમેન્ટ પર 20 રૂપિયા વસૂલવામાં આવે છે. બીજી તરફ, નોન-એસી ક્લાસ પર IRCTC નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુક કરવા માટે 15 રૂપિયાની સુવિધા ફી વસૂલ કરે છે, જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર 10 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, IRCTC ટિકિટ કેન્સલ કરવા પર સુવિધા ફી પરત કરતું નથી.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટિકિટ કેન્સલ કરાવવા પર રેલવે પેસેન્જર રૂલ્સ 2015 (ટિકિટ કેન્સલેશન અને રિફંડ ઓફ ફેર) હેઠળ કેન્સલેશન અથવા ક્લર્કેજ ચાર્જ વસૂલવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, IRCTC રેલવેના આદેશના આધારે કેન્સલેશન ક્લર્કેજ ચાર્જ કરે છે
Join Our WhatsApp Community