દેશભરમાં ટીકા તેમજ સારી સર્વિસ ને કારણેવખાણ પામેલી વંદે ભારત એક્સપ્રેસ સંદર્ભે સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચા, ભોજન અને નાસ્તો પણ આપવામાં આવે છે. આ વખતે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે એક મુસાફર ખાવા માટે બિસ્કિટ લીધા. પરંતુ તે બિસ્કિટ લીધા બાદ મુસાફરે જોયું કે ખાવા માટે લીધેલા બિસ્કિટ એક્સપાયર થઈ ગયા છે અને તેણે રેલવેમાં ફરિયાદ કરી.
નાગેશ પવાર વંદે ભારત એક્સપ્રેસમાં સોલાપુરથી મુંબઈ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેણે ખાવા માટે ટ્રેનમાંથી ખાવાનું ખરીદ્યું હતું. તેમાં તેણે રેલવેમાં મળતા બિસ્કિટ લીધા હતા. સવારના કલાકોમાં ટ્રેન સોલાપુર સ્ટેશનથી રવાના થયા પછી જ મુસાફરોને ચા અને બિસ્કિટ પીરસવામાં આવ્યા હતા. જોકે, તેઓને જ્યારે ખબર પડી કે ચા સાથે પીરસવામાં આવેલા બિસ્કિટ જૂના થઈ ગયા છે ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
તેણે ટ્રેનમાં શું થયું તેનો આ ચોંકાવનારો વીડિયો બનાવ્યો. જે બાદ તેણે રેલવે પ્રશાસનને પણ ફરિયાદ કરી છે.