News Continuous Bureau | Mumbai
કંગના રનૌતની ઉદ્ધવ ઠાકરે પર આકરી ટીકા: બોલિવૂડની ‘પંગાક્વીન’ કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે એકનાથ શિંદે શિવસેનાનું નામ ( Shivsena ) અને ધનુષ અને તીરનું પ્રતીક મેળવ્યા પછી, કંગનાએ ટ્વિટ કરીને ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) પર નિશાન સાધ્યું છે.
कुकर्म करने से तो देवताओं के राजा इन्द्र भी स्वर्ग से गिर जाया करते हैं, वो तो सिर्फ़ एक नेता है, जब उसने अन्याय पूर्व मेरा घर तोड़ा था, मैं समझ गई थी, ये शीघ्र ही गिरेगा, देवता अच्छे कर्मों से उठ सकते हैं लेकिन स्त्री का अपमान करने वाले नीच मनुष्य नहीं… ये अब कभी उठ नहीं पाएगा।
— Kangana Ranaut (@KanganaTeam) February 17, 2023
કંગનાએ લખ્યું, “ભગવાનના રાજા એટલે કે ઈન્દ્રને પણ ગેરવર્તણૂક કર્યા પછી તેની સજા મળે છે. આ તો માત્ર એક નેતા છે. જ્યારે તેણે મારું ઘર તોડ્યું, ત્યારેજ મને લાગ્યું કે તેના ખરાબ દિવસો શરૂ થઈ જશે. જેઓ સ્ત્રીનું અપમાન કરે છે તેમને ભગવાન સજા આપે છે. હતે તે ક્યારેય ઉઠી નહીં શકે”.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અતિક્રમણ વિભાગ દ્વારા કંગનાના ઘરનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. તે સમયે પણ કંગનાએ ઉદ્ધવ ઠાકરેને સંબોધીને કહ્યું હતું કે, “આજે મારું ઘર તોડી પાડવામાં આવ્યું છે, કાલે તમારું ગૌરવ નષ્ટ થઈ જશે. દરેકનો સમય આવે છે…”.
આ સમાચાર પણ વાંચો : ‘એકવાર નામ નીકળી જાય તો પછી…..’ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી ‘શિવસેના-ધનુષ્ય’ છટકી જતાં રાજ ઠાકરેએ ટ્વિટર પર જોરદાર ફટકર મારી અને વિડીયો શેર કર્યો. જુઓ વિડીયો
કંગનાની ‘ઇમરજન્સી’ ટૂંક સમયમાં દર્શકોને ટક્કર આપશે!
કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેત્રીની સાથે દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ જોવા મળશે.
Join Our WhatsApp Community