News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દરેક ની ફેવરિટ છે. આ શો લાંબા સમયથી ટીવી પર ચાલી રહ્યો છે. બાળકોથી લઈને વડીલોને આ શો ગમે છે. આવી સ્થિતિમાં હવે મેકર્સ શોમાં એક એવી ગેમ લઈને આવ્યા છે, જે ફેન્સનું વધુ મનોરંજન કરશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી બનેલી ગેમનું નામ ‘રન જેઠા રન’ છે.
નિર્માતા એ કરી પોસ્ટ
સિરિયલનું પાત્ર જેઠાલાલ (દિલીપ જોષી) ‘રન જેઠા રન’ ગેમમાં જોઈ શકાય છે. આ રમતમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય લોકો સાથે સ્પર્ધા કરશે. આ ઉપરાંત, તમે ગેમમાં શોના વિવિધ પાત્રોને પણ પસંદ કરી શકો છો અને તેમની સાથે રમી શકો છો. શોના નિર્માતાઓએ ટ્વિટર પર તેમની નવી ગેમની જાહેરાત કરી છે. આ સાથે તેણે તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. અગાઉ, નિર્માતાઓ સિરિયલથી પ્રેરિત કાર્ટૂન શો પણ લાવ્યા હતા.
FREE GAME. Download now & play
Android & iOS : https://t.co/2r0RBbZ2PE#RunJethaRun #TMKOC #Jethalal #Game #Taarakmehtakaooltahchashmah pic.twitter.com/AwHR7fkXMi
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) February 16, 2023
FREE GAME. Download now & play
Android & iOS : https://t.co/2r0RBbZ2PE#RunJethaRun #TMKOC #Jethalal #Game #Taarakmehtakaooltahchashmah pic.twitter.com/4NmwGcNjEm
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) February 17, 2023
દયા ના કેરેક્ટર ને મિસ કરે છે દિલીપ જોશી
જેઠાલાલનું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશીએ પોતાના શો વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં તેને કહ્યું હતું કે દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીના ગયા પછી શોનો રમુજી ભાગ ખોવાઈ ગયો છે. તેણે કહ્યું, ‘આ નિર્માતાઓ પર છે કે તેઓ દયાના પાત્રને રિપ્લેસ કરશે કે નહીં. એક અભિનેતા હોવાના કારણે હું દયાના પાત્રને મિસ કરું છું. વર્ષોથી તમે દયા અને જેઠાના સારા અને રમુજી દ્રશ્યો જોયા છે. પરંતુ જ્યારથી દિશા શો માંથી ગઈ છે ત્યારથી એ ભાગ, એન્ગલ અને મજા ક્યાંક ખોવાઈ ગઈ છે. જોઈએ. હું તેના વિશે હકારાત્મક છું. કાલ કોણે જોઈ છે.’
Join Our WhatsApp Community