જમ્મુ-કાશ્મીરના ( J&Ks ) ડોડા ( Doda ) જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની ( residential structures ) જમીન ધસી ( cracks ) રહી છે, જેના કારણે ઈમારતોમાં સતત તિરાડો દેખાઈ રહી છે. પરિવારોને ( families ) તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 ઘરો, 1 મસ્જિદ અને 1 મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે.
કિશ્તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડોડા શહેરથી 35 કિમી દૂર આવેલા થાથરી વિસ્તારના નાઈ બસ્તી ગામમાં, ઘરોની દિવાલોમાં તિરાડો દેખાઈ હતી, અને કાદવને કારણે છત અને દિવાલો નીચે પડવા લાગી હતી. અધિકારીઓનું કહેવું છે કે ભૂસ્ખલનના કારણની તપાસ માટે નિષ્ણાતોને ગામમાં મોકલવામાં આવ્યા છે. ડોડાના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું કે, અમે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.
આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં એસીની જરૂર નથી ! આ પંખો ખરીદી કાશ્મીરી પવન નો લાભ લો
ગામમાં ગભરાટ
ગામની એક મહિલાએ જણાવ્યું કે તે 15 વર્ષથી અહીં રહે છે પરંતુ આ પહેલીવાર જોવા મળી છે. ગામના 50 થી વધુ પરિવારોમાં ભયનો માહોલ છે. તેમણે જણાવ્યું કે ભૂસ્ખલન બાદ મોટાભાગના ઘરોમાં તિરાડો દેખાઈ હતી. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે નવી વસાહત લગભગ બે દાયકા પહેલા સ્થપાઈ હતી અને આ પહેલા આવી કોઈ સમસ્યા અહીં જોવા મળી નથી.