News Continuous Bureau | Mumbai
ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘રામાયણ’ આજે પણ દર્શકોની ફેવરિટ સિરિયલ છે. આ શો સાથે લોકોની ઊંડી લાગણીઓ જોડાયેલી છે. આ એક એવી સિરિયલ છે જે આજે પણ દરેક ઉંમરના લોકો તેની જોવી પસંદ કરે છે. આ શોમાં કામ કરી ચૂકેલા તમામ પાત્રો આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે.બીજી તરફ આ શોમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા આ દિવસોમાં ચર્ચામાં છે. લોકો આજે પણ તેને માતા સીતાના રૂપમાં જુએ છે, પરંતુ આ દરમિયાન દીપિકાનો એક વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દીપિકાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.
દીપિકા નો વાયરલ થયો વિડીયો
એક્ટિંગની સાથે દીપિકા ચીખલિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ પ્લેટફોર્મ પર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ દરમિયાન દીપિકાએ તેનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જે તેના ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યો. દીપિકાના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપિકાએ બ્લુ કલરની વન પીસ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ સાથે દીપિકાએ હીલ્સ પહેરી છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ડ્રેસમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.પરંતુ ફેન્સ ને તેનો આ વેસ્ટર્ન લુક પસંદ આવ્યો નથી આ કારણે દીપિકા ટ્રોલ થઇ રહી છે.
View this post on Instagram
દીપિકા ના આ લુકને લઈને ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ
દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં ઘણા યુઝર્સ તેના આ લુકને પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા તેને ટ્રોલ કરી રહ્યા છે અને તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. આ અંગે ટિપ્પણી કરતા કેટલાક યુઝર્સે દીપિકાને સુંદર, ખૂબસૂરત ગણાવી છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું, ‘મતિ મારી જવી આને જ કહે છે…. જય શ્રી રામ.’ એકે કહ્યું, ‘અમે તને જુદા જ રૂપમાં જોઈ હતી… પણ તું કોઈ બીજી જ છે?’ એકે લખ્યું, ‘તમે તમારી સ્ટાઈલ અને સુંદરતાથી વૃદ્ધાવસ્થામાં ઘાયલ કરી રહ્યા છો.’ બીજાએ લખ્યું, ‘અમે તમને માતા સીતા માનતા હતા, પરંતુ તમે એક મોડેલ છો.’ આવી બીજી ઘણી કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.
Join Our WhatsApp Community