News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી ‘ભારત જોડો યાત્રા’નું સમાપન આજે શ્રીનગરમાં થવા જઈ રહ્યું છે. દરમિયાન આ યાત્રાના સમાપન પહેલા શ્રીનગરથી ખુબ રમૂજી અંદાજે રાહુલ અને પ્રિયંકા તસ્વીરો સામે આવી છે. જેમાં રાહુલ તેમની બહેન પ્રિયંકા સાથે બરફમાં રમતા જોવા મળી રહ્યા છે. બંને એકબીજા પર બરફ ફેંકતા નજરે પડી રહ્યા છે. તેઓની કેટલીક તસવીરો હાલ ખુબ જ વાયરલ થઈ રહી છે.
Sheen Mubarak!😊
A beautiful last morning at the #BharatJodoYatra campsite, in Srinagar.❤️ ❄️ pic.twitter.com/rRKe0iWZJ9
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2023
સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા પાંચ મહિના બાદ પૂરી થઈ રહી છે. જે કન્યાકુમારીથી શરૂ થઈ હતી.